મંગળવાર, 13 નવેમ્બર, 2012

કર્મશીલની કલમે -


1981ના અનામતવિરોધી રમખાણોથી માંડીને 2002ના ગોધરાકાંડની વચ્ચેના એકવીસ વર્ષોમાં કઈ રીતે ધીરે ધીરે ગુજરાતમાં સંઘપરિવારે તેની ઝેરી દાઢો ફેલાવી, કઈ રીતે ગુજરાતી અખબારોએ સતત પહેલા દલિત-વિરોધી અને પછી મુસ્લિમ-વિરોધી પ્રચાર કર્યો, કઈ રીતે ગુજરાતનો કહેવાતો બુદ્ધિજીવી વર્ગ હિન્દુ કોમવાદનો પહેલા પ્રચ્છન્ન અને પછી ખુલ્લેઆમ ટેકેદાર બન્યો - આ તમામ બાબતો ક્યારેક એક તટસ્થ ઇતિહાસકાર તરીકે તો ક્યારેક સંવેદનશીલ નાગરિક તરીકે વાલજીભાઈ પટેલે દલિતમિત્ર સામયિકમાં નિરુપી, એ પાછળથી કર્મશીલની કલમે પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ. ચંદુ મહેરિયાએ તેનું સંપાદન કર્યું. 

આજે ગુજરાતમાં સેક્યુલારિઝમના નામે અને તેની વિરુદ્ધમાં જે કંઈ ગાંડીઘેલી પ્રવૃત્તિઓ થાય છે, નિવેદનો થાય છે, ગુજરાતની બહારથી આવતા લોકો આગળ ગુજરાતનું સાવ ખોટું ચિત્રણ થાય છે, એવા સમયે કર્મશીલની કલમે પુસ્તક માતબર, પથદર્શક લખાણોનું ઉમદા ભાથુ પૂરું પાડે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો