શુક્રવાર, 30 જાન્યુઆરી, 2015

ચાલો, ગાંધીજીના એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ગીતા પકડાવી દઇએ

ગાંધી નિર્વાણ દિવસે ગુજરાતના ગાંધીવાદીઓ ભેગા થઇને શું ચર્ચા કરે છે? દેશમાં ભૂખે મરતા વીસ કરોડ લોકો કે એ લોકોના મજુરી કરતા-ભીખ માગતા કુપોષિત, ડ્રોપઆઉટ બાળકોની ગાંધીવાદીઓ ચર્ચા કરતા હશે એવું તમે માનતા હો તો તમારો જેવો ગધેડો દુનિયામાં કોઈ નહીં હોય. આજના અખબારી અહેવાલોના જણાવ્યા પ્રમાણે ગાંદીવાદીઓની સભામાં અમદાવાદના નવજીવન પ્રકાશનના મેનેજર વિવેક દેસાઈએ કહ્યું કે ગાંધીજીનો ચરખો નોઇઝ પોલ્યુશન પેદા કરે છે. હવે આ ચરખો ફેંકી દેવો જોઇએ. વિવેકભાઈ આગળ કહે છે કે અમારી અને ગુજરાત વિદ્યાપીઠની વચ્ચે એક દિવાલ છે, પરંતુ અમારી વચ્ચે વૈચારિક મતભેદ છે. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદી પટેલ હાજર હતા એ સૂચક બાબત છે.

વિવેકભાઈએ શું આનંદબેનના મનની વાત કરી? ગાંધીજીને ચડ્ડી અને માથે કાળી ટોપી પહેરાવીને એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ગીતા પકડાવી દઇએ તો આઇકોનની ભવ્યતા કેવી વધશે? હવે ગાંધીજી ચરખા સાથે આઉટડેટેડ લાગે છે. આનંદીબહેનનો સઘંપરિવાર આવા ગાંધીનું તો ખોબે ખોબે સ્વાગત કરશે? પ્રકાશ શાહ, ઇલા ભટ્ટ, નારાયણદાદા જેવા ગાંધીવાદીઓએ આ અંગે પ્રકાશ પાડવો રહ્યો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો